Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Bible Versions

Books

Leviticus Chapters

1 યહોવા દેવે મૂસાને મુલાકાતમંડપમાં બોલાવીને તેને કહ્યું,
2 “તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.
3 “જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે.
4 જે વ્યક્તિ તે ઢોરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનાર્પણના માંથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
5 “પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો - યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.
6 પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે.
7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે.
8 ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં.
9 યાજકે ઢોરના આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવાં અને યાજકે તે બધુ દહનાર્પણ તરીકે વેદી પર મૂકવું. સુવાસિત દહનાર્પણ યહોવા સ્વીકાર કરશે અને પ્રસન્ન થશે.
10 “જો દહનાર્પણ તરીકે પસંદ કરેલું પ્રાણી ઘેટું કે બકરું હોય, તો તે ખોડખાંપણ વગરનું નર પ્રાણી જ હોવું જોઈએ.
11 જે વ્યક્તિ તે અર્પણ લાવે તે યહોવાની સમક્ષ વેદીની ઉત્તર બાજુએ તેને વધેરે, અને હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.
12 પછી યાજક ઢોરના ટુકડા કરે અને તે ટુકડાઓને (માંથાને તથા પગને) વેદી પર ગોઠવેલાં લાકડાં પર હોમે.
13 પછી યાજક ઢોરના આંતરડાં અને પગ પાણીમાં ધોઈ નાખે તેણે ઢોરના બધા અંગોને વેદી પર હોમીને યહોવાને અર્પણ કરવા. કેમકે આ દહનાર્પણ છે અને એ દહનાર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
14 “જો કોઈ દહનાર્પણો તરીકે યહોવાને પક્ષી ચઢાવે તો તેણે કાં તો હોલાનું બચ્ચું ચઢાવવું, કાં તો કબૂતરનું બચ્ચું ચઢાવવું.
15 યાજક તેને વેદી આગળ ઘરાવે અને તેની ડોક મરડીને માંથું જુદું કરે અને તેનું વેદી પર દહન કરે, અને લોહી વેદીની એક બાજુએ રેડી દે.
16 પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા.
17 પછી યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે, અને તેને વેદી પરના અગ્નિમાંનાં લાકડાં પર હોમી દે, આ પણ એક દહનાર્પણ છે અને એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.”

Leviticus Chapters

Leviticus Books Chapters Verses Gujarati Language Bible Words display

COMING SOON ...

×

Alert

×